હૈયે પનાહ આપી દે
હૈયે પનાહ આપી દે
બસ થોડો સ્નેહ આપી દે,
તારા હૈયે પનાહ આપી દે,
પ્યારભરી એક નિગાહ આપી દે,
આ અતૃપ્ત ધરા છે દિલની થોડી ચાહ આપી દે,
કરી લે થોડીક પરવાહ થોડી
નેણલાનો થોડો નેહ આપી દે,
જીવન સુખમય બનાવવા હૈયાનો સ્નેહ આપી દે,
મારા શબ્દોને દેહ આપી દે,
જીવવા માટે તારો લખ લૂટ સ્નેહ આપી દે.

