STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama

3  

Ashuman Sai Yogi Ravaldev

Drama

હૈયાનો કટકો

હૈયાનો કટકો

1 min
389

બેસો માંડવડે બેનીબા લગન આવ્યા,

પૂખો રે માવડી તમે તોરણીયે આવ્યા,


કંકુ છોટો, બાજઠ બેસાડો, ગોર આવ્યા,

મીઢળ બાંધો બેનીબાને, લગ્ન રે આવ્યા,


મંગળ વરતાવો રૂડા, ફટાણા રે ગાવો,

વીરને તેડાવોને રૂડા જવતર હોમાવો,


બાપુ તેડાવો કન્યા, દાનમાં દેવાય રે,

ભોજઈ તેડાવો એવી, પીઠી ચોળાય રે,


સખીઓ તેડાવો બેનીબા,વિદાઈઓ લેશે,

મામા તેડાવો ભાણીબાને,વેલડે બેસાડશે,


'આશુ'નો દરિયો આજ, પાદર ઉભરાય જો,

હૈયાનો કટકો આજે પરદેશ પધરાય જો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama