હૈયાના કમાડ
હૈયાના કમાડ
ના કદી વાસ્યાં અમે હૈયાના કમાડ,
એમાં સ્થિર અમ જીવન,
બની એ ખૂણે જગા?
અતીત ના બને જરજરીત !
યાદોને ના લાગે બાવા...
પણ આ તારું વળગણ?
આજ પણ એ કમાડ ને ઉંબરે
તું આવીશ, એ ઇન્તેજારમાં,
આંખ એ ઝળઝળિયાં,
પોપચાને લાગતો ભાર,
કે તું જાણે સામે..
ધુંધળુ દેખાતું એ રસ્તાં બન્યાં ચોખ્ખાં.
ચાંદની શીતળતા રાખી,
સૂરજની અગનને મેં સાચવી;
વીતી મારી પાનખર, અને વસંત આપે હેલો..
એ બારસાખે તોય ઉભી આજે પણ,
સપના તારા સીંચુ
યોજનાનો માણસ હું..!
રચયું સઘળુ..
અંતે, ઝુલતા તોરણ ની જેમ રહયા,
ના કદી વાંસયુ કમાડ અમે..!!!
