Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniruddhsinh Zala

Inspirational

4  

Aniruddhsinh Zala

Inspirational

હાલે સમય વિરુદ્ધ સતીશૂરાને સંત

હાલે સમય વિરુદ્ધ સતીશૂરાને સંત

1 min
260


હે.. જી.  સમય વિરુદ્ધ પણ હાલે ફક્ત ત્રણ, સતી શૂરા ને સાચા સંત,

દુઃખની જેને જરીય પરવા જ઼ નહીં, હિમાલય જેવા અડગ જેના મન.


જો ને.. સતી નાર ગણાઈ જગદમ્બા સાક્ષાત, કરે ન સમય પણ એને તંગ,

મસ્તક પતિનું ખોળે ધરી, વરસાદમાં પણ અંગુઠેથી પ્રગટાવે ચિતાની આગ.


હે.. જી.. ધન્ય ધન્ય ભારત ભૂમિના એ વિરલા, સતી, શૂરા ને સાચા સંત.

સમય પડે જ઼ નહીં વિરુદ્ધ એમની, વચન અને ભક્તિનો લાગ્યો જેને પાકો રંગ.


જો ને સમય વિરુદ્ધ હોવા છતાંય રાણાએ રાખ્યો કેવો શૌર્યથી રણમાં રંગ, 

અકબરની સામે છાતી તાણી, સમગ્ર રાજપૂતોના હોસલા કર્યા બુલંદ.


હે.. જી.. રાજા મટીને ભલે ઋષિ થયા તોય શોર્ય રાખ્યું શુરવિર વિશ્વામિત્રે અકબંધ, 

સમય વિરુદ્ધ દેવતાઓ સામે પડી, સેવક માટે બનાવ્યું નવું સ્વર્ગ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational