હાલ ભેરુ બાળપણ રમવા
હાલ ભેરુ બાળપણ રમવા
શું? રાખ્યું છે આ ફોનમાં એક કહું વાત તને,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ.
સાથે રહીને લખોટી, સંતાકૂકડી રમતા,
કપડા મેલા કરી શરીર નું ધ્યાન ન રાખતા,
હવે આવ્યો આ નિર્જીવ એને શું કહીએ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ.
શું હતી બાળપણની મજા રમતા જ્યારે સાથે,
શાળાએ જઈને કરતા મસ્તી ને સાહેબ મારે હાથે,
તેવી મજા ને તેવી માર આ ફોનને શું માંગીએ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ.
માને સતાવી માને થકવતા,
કરતા એટલો પ્રેમ કે માને હાથે જમતા,
હવે આ ફોનમાં ફોટાને શું પ્રેમ કરીએ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ.
છત્રી ભૂલતા ઘરે વરસાદ સાથે વાતો કરતા,
બીમાર પડી પપ્પા મારે માર, તોય ન સુધરતા,
આ ફોનથી શું હવે પલડીયે,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ.
શાળામાં સાથે રમીને ભેગું જમતા,
છોકરા ને છોકરીઓ સાથે રમતા,
ને મનમાં કાંઈ ખોટો વિચાર ન કરતાં,
આમાં ક્યાં આપણે પબ્જી-બબ્જી રમીએ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ.
દાદા જોડે વાતો માણતાં તેમના હાથ-પગ દબાવીએ,
વાર્તાઓ સાંભડી ત્યાં સૂઈ જતાં સવારે સુરજ દાદાના દર્શન કરીએ,
આ શું સવાર સવારમાં વોટ્સઅપ, ફેસબુક ચેક કરીએ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ.
પેલાં વડલા નીચે બેસી ભગવાનની પ્રાથના કરીએ,
બધા વચ્ચે બેસી થોડી ગપસપ ગપસપ કરીએ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ
વરસાદ પડેલા ખાબોચીયામાં કૂદકો મારિયે,
ને કપડાં બગાડી થોડા બીમાર પડીએ,
આમ કરી ના જવાનું શાળાએ બહાનું શોધી લઈએ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ.
કવિતાને સંગે રહી જગને ઉજ્જ્વળ કરીએ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ,
નાનો ફોન રાખતા શરમ આવે શું ટચકીન ટચકીન માંગીએ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ.
ફોન આવ્યો બાળપણમાં તે બાળપણ ક્યાંથી કહેવાય,
જવાની અને બાળપણમાં પછી ફરક ક્યાંથી દેખાય,
"માણસ થયો વ્યસ્ત, ક્યાં ? જઈ તું સંતાણે,
નિર્જીવ થયો સરદાર શું માણસ જઈ રહ્યો અંધારે ?"
