હાજરા હજૂર
હાજરા હજૂર
હરિ છે હાજરાહજૂર, જરા પોકારી તો જુઓ.
નથી એ ભક્તોથી દૂર, જરા પોકારી તો જુઓ.
પ્રહલાદની કસોટીમાં પ્રગટનારો છે નરસિંહ એ,
જીવતદાન આપે જરુર, જરા પોકારી તો જુઓ.
પૂરે છે ચિર એ દ્રોપદીના થતાં પોકાર અબળાનો,
લાજ રાખે દ્રવતું જ્યાં ઉર, જરા પોકારી તો જુઓ.
નરસિંહ કામ કેટકેટલાં કર્યાં શામળિયા સરકારે,
પ્રગટતાં પ્રેમતણા ઉરે પૂર, જરા પોકારી તો જુઓ.
ભક્તવત્સલ ભાવનિધિ ભગવંત ભૂલોકવાસી,
એના વિયોગે કદીક ઝૂર, જરા પોકારી તો જુઓ.