STORYMIRROR

Asmita Shah

Inspirational

3  

Asmita Shah

Inspirational

હાઈકુ

હાઈકુ

1 min
13.7K


૧) માલતી પુષ્પો

ડોલી રહ્યા ઝરુખે

ભામિની સંગે.

 

૨) દુંદુભી વાગ્યા

પુષ્પવર્ષા વરસી

ઇન્દ્રનો જય.

 

૩) સલોની સાંજ

બાંકડો ઝગમગે

રવિની સંગે.

 

૪) ત્રિપથગા છે

પાવન કરનારી

વધાવો એને.

 

૫) મિથિલા પતિ

હળે જોતરાયા છે

હવન કાજે.

 

૬) અનનુભૂત

આકર્ષણ ઘેરાયું

સીતાની આંખે.

 

૭) થીજી ગયો છે

પ્રેમ ઠીકરામાં, લે!

તાપણું કર.

 

૮) પડખા ફરે

રોજ રાત્રે સપનાં

વિરહિણીનાં.

 

૯) ગુલાબ ઊગે

રોજ મનની ડાળે

સુગંધીદાર

 

૧૦) લે! શાંતિ આપું

ખોળો પાથરી બેસ

અરીસા સામે

 

૧૧) રસોન્મતમાં

શરદનો શીતાંશુ

વ્યોમ ગેલમાં

 

૧૨) ફેંક્યો પથ્થર

નીરવ જળમહીં

વમળો ઊઠ્યાં

 

૧૩) ભીંગડાં વળ્યાં

ઘેનભરી આંખોમાં

ચેહરો ધુઓ

 

૧૪) ધુણી ધખાવી

બાવો બેઠો માંહ્યલે

અંગારા ફુંકો

 

૧૫) ગોધૂલી ટાણું

આભ ધરતી મળે

આભાસી રેખે

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational