STORYMIRROR

Rajdip dineshbhai

Romance Inspirational

3  

Rajdip dineshbhai

Romance Inspirational

હાઈકુ-2

હાઈકુ-2

1 min
0

હતી ઘટ્ટ તે 

રાત, પીગળી ગયો 

દિવસ જાણે



અંધારે ચિત્ર 

કોતરું, દિવસે તે 

ક્યાં છે ? તે જાણે



કવિતા લખું 

પોસ્ટમાં, જગ્યા ખોટી 

કેમ ? તે જાણે



નથી પડતાં 

પ્રેમમાં, પડ્યા હવે 

શું ? ભૂલ જાણે



જાણતા હતા 

બધે વાંચ્યું, જિદ્દમાં 

હતા તે જાણે



ફૂલે ફૂલ એ

પણ બગડ્યું, વાવે

કોણ ? તે જાણે



કાચની જેમ 

હાથમાં જાતિ ખૂંચે 

છોડે તો જાણે 



5,7,5 એક 

હાઈકુ લખતા, હું 

વેઢે છું ટાણે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance