STORYMIRROR

Karan Mistry

Inspirational

4  

Karan Mistry

Inspirational

હા ઉગશે સુરજ

હા ઉગશે સુરજ

1 min
329


શુ ઉગશે એ સુરજ ?

શુ અંધારી એ નિરાશાઓ આથમશે ?

ઝાકળભીના એ ઝાંખા રસ્તા ચોખ્ખા ક્યારે દેખાશે ?


અંદરનો અવાજ પણ પણ હવે ઘૂંટાઈ રહ્યો છે

સપનાઓ પણ ધીરે ધીરે સાથ છોડી રહ્યા છે

અફસોસના આરે એ માંહ્યલો બેસી રહ્યો છે

જવાબ અને નિવારણ જડતા નથી


આ બધાની વચ્ચે વિશ્વાસ પોતાના પર આવી રહ્યો છે

અંતરાત્માને પણ એ મોભારે ચડીને બોલાવી રહ્યો છે


કહે છે કે સમયને કમજોર ગણીને

તું વાતને ટાળવાની કોશિશ ના કર

જાત આખાનું જોમ ભેગું કરી દે

રાત દિવસ આખા તેમાં હોમી દે


પછી જો

એ રસ્તા પરથી ઝાકળ ઓસરીને વહી જશે

નિરાશાના વાદળ હવામાં ઉડી જશે

અને એ સુરજ તને આખી દુનિયામાં ચમકાવશે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational