હા મળીશ હું
હા મળીશ હું
હા મળીશ હું, પણ તને ના છળીશ હું,
પ્રેરણા થઈ તવ અંતર કેરી અડીશ હું,
શબ્દો તણી સાલસ સરિતા વહાવીને,
વાંચી લેશો એવી કવિતા થઈ મળીશ હું,
કળીના ખીલવાનું ઉચિત કારણ બનો,
ચૂંટશો નહીં મને, બસ સુંગધ રૂડી ભરીશ હું,
સ્પર્શવાનો જો સહેજે મોકો પણ મળે તો,
બનીને હવા શ્વાસમાં જીવન બની ભળીશ હું,
જ્યારે એકલતા ડોલાવે મઝધાર આવીને,
આસપાસ તુજની મરજીવો થઈ તરીશ હું,
મલાજો આ રાખ્યો અમે માણસ થઈને,
પ્રેમમાં "પ્રતીતિ"નો સારસ થઈને મરીશ હું.

