STORYMIRROR

KALSARIYA PRAKASH N.

Classics Inspirational Children

4  

KALSARIYA PRAKASH N.

Classics Inspirational Children

હા હું એક શિક્ષક છું

હા હું એક શિક્ષક છું

1 min
321

હા હું એક શિક્ષક છું,

વિચારોનું વાવેતર કરતો ચાલ્યો;

અનુભવના પોટલાં ભરતો ચાલ્યો,

રોજ રોજ ત્યાંને ત્યાં છતાંય;

હું દુનિયા આખી ફરતો ચાલ્યો.


હા હું એક શિક્ષક છું,

હરતો-ફરતો,હાંફતો-થાકતો;

સાહસની વાતો કરતો ચાલ્યો,

હું થયો પરાજય ખુદની સામે;

પણ સર્વને વિજયી કરતો ચાલ્યો.


હા હું એક શિક્ષક છું,

જગતે ઘણીવાર નિંદા કરી;

તો એ નિંદાને અવગણતો ચાલ્યો,

ધ્યેય એક જ કે એ ધ્યેયને પામે;

લક્ષ્ય રાખી આગળ વધતો ચાલ્યો.


હા હું એક શિક્ષક છું,

સફળતા મળશે કે નહીં,ખબર નહિ;

બસ પંથ ઉજાગર કરતો ચાલ્યો,

બાળક છે 'યાદ' ભવિષ્ય દેશનું;

હું મજબૂત ચણતર કરતો ચાલ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics