STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Inspirational Others

4  

Minaxi Rathod "ઝીલ"

Inspirational Others

ગૂંથાય છે..!

ગૂંથાય છે..!

1 min
380

એક એક શબ્દોની માળા ગૂંથાય છે.

પહેરી ગળામાં આ શ્વાસ રૂંધાય છે !


અણિયાળા હોય પાછા શૂળ જેવા,

નમણી લાગણીઓ રોજ ચૂંથાય છે !


નવું પ્રભાત હોય અને નવી જ રાતો,

ખ્વાબોની આખી જમાત લૂંટાય છે !


હૂંફાળા કર્યા હતાં શબ્દોને હૂંફ આપી,

ભીની લાગણીઓ કાગળે ભૂંસાય છે !


રસ્તાઓ તારા અને મંઝિલ પણ તારી,

અજાણી સફરમાં આયખું ટૂંકાય છે !


આપો શબ્દોને પણ હવાઉજાસ નહીંતો,

લે 'ઝીલ' ગઝલના ગળે દમ ઘૂંટાય છે !        


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational