ગુસ્સો
ગુસ્સો
ગુસ્સો લાવે બરબાદી,
સઘળી ચાલી જાય આબાદી,
હોય ગુસ્સો માનવીનો કે
પછી પ્રકૃતિનો,
વિનાશ નોતરે,
તહસ નહસ કરી નાખે,
વેર વિખેર કરી નાખે,
અણગમતી ઘટના નોતરે ગુસ્સો,
વૈચારિક ભિન્નતા નોતરે ગુસ્સો,
બુદ્ધિમતા શૂન્ય બને જ્યારે આવે ગુસ્સો,
કશું મળતું નથી કરી ને ગુસ્સો,
મોંઘા મોંઘા સંબંધો ને કરે વેરવિખેર આ ગુસ્સો,
સંબંધોનું સામ્રાજ્ય કરે ખોખલું આ ગુસ્સો,
અમૃત સમાં જીવનને ઝેર બનાવે આ ગુસ્સો.
