ગુરુજીને પોકાર
ગુરુજીને પોકાર
નીંદરમાંથી જાગૃત કરીને,
મોહમાયાનાં આવરણો હઠાવીને,
મારી અરજી સુણી,
ગુરુજીએ પાડ્યો પોકાર,
ઓ જીવડાં, સર્વે તેજીને તું આવીજા,
મારાં સાનિધ્યમાં.
તને આપું હરિરસનો પ્યાલો,
અલૌકિક જીવનનો પરમ આનંદ ખજાનો,
અપુર્વ શાંતિ, નિર્મળ આનંદ,
ભાવ સમાધિ, નીજનો પોકાર.
સ્વને પામતાં, હરી ગુણ ગાતાં,
આજે તો લૂંટાઈ ગઈ છું,
હરી તારા પ્રેમમાં,
તમારાથી દૂર જવાતું નથી,
વિરહ વેઠાતો નથી.
પ્રેમનાં આંસુની નિર્મળ ધારામાં,
જીવનને પસાર કરું છું.
ગુરુજી તમને ઓળખ્યાં
ને હરીને ઓળખ્યાં,
હવે તો બસ, હરીની સમીપ,
તેને મળવા તરસું છું.
એ ક્ષણની રાહ જોઉં છું,
કૃપા કરજો મુજ પર,
હરીને મળી પરમ ધન પાઉં,
હરીનાં ગુણ ગાઈને,
જીવનધન મેળવું.
ક્ષણનો સાક્ષાત્કાર કરીને,
સ્વનાં પરમ આનંદ સાગરમાં ડૂબકી લગાવું.