STORYMIRROR

Rohit Prajapati

Romance

4  

Rohit Prajapati

Romance

ગુમનામ

ગુમનામ

1 min
503

મારા એકે એક અહેસાસમાં તું,

તોયે તારામાં ગુમનામ બની રહેતી હું,

મારા અજવાળામાં પડછાયો તું,

તોયે અંધારામાં તારામાં પીગળતી હું.


મારી અર્ધ ખુલ્લી હથેળીમાં,

એક ખાસ અહેસાસ ભરી રહ્યો હતો તું,

તોય એમાં મારી હથેળી સમાવી,

લકીરો મેળવી ખુશ થઈ ઉઠતી હું.


બીડેલ હોઠમાં લાગણીઓ અક્બંધ,

રાખી પ્રેમમાં તરબોળ કરતો તું,

તોય એ હોઠમાં હોઠ ભેળવવાની,

તાલાવેલી રાખી ઝૂમી ઉઠતી હું.


તારા આલિંગનના સ્પર્શમાં,

સ્વર્ગ બતાવી જીવંત રાખતો તું,

તોય એ સ્પર્શમાં જ મારું જીવન,

સમર્પિત કરી પૂર્ણતા ભરતી હું.


તારા સ્નેહના સરોવરમાં,

ભીંજવીને ભવપાર કરાવતો તું, 

તોય એ સરોવરમાં ડૂબકી મારી,

ભવોભવ ભીંજાવાની આશા રાખતી હું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance