STORYMIRROR

Deepa rajpara

Romance

4  

Deepa rajpara

Romance

ગુલાબી વોલપેપર

ગુલાબી વોલપેપર

1 min
330

🌱 *શબ્દ વાવેતર 31 ચિત્ર 31 રચના સ્પર્ધા* 🌱 


🌱 *સ્પર્ધકનું નામ* : દીપા રાજપરા *દીપાવલી*

🌱 *જીલ્લો* : *રાજકોટ* *ગામ : ધોરાજી*

🌱 *મોબાઈલ નંબર* : 8866159217

🌱 *ઈમેઈલ આઈડી* : rajparadeepa@g.mail.com

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

🌱 *રચનાનું શીર્ષક* : *ગુલાબી વોલ પેપર*

🌱 *વાર્તા છે કે કવિતા* : *કવિતા*

🌱 *તારીખ:* *20/05/2022*

🌱 *કવિતા નંબર*- *20*


*રચના:-* 

★★★★★★★★★★★★★

મોબાઇલનાં ચોખંડમાં પુરાયેલી લાગણી પ્રેમને શું માણે ?

ઇમોજીનાં મહોરા પહેરી રમતી દુનિયા દિલને શું જાણે ?


હૃદયથી હૃદય મળતાં જ ફોરમતાં એક એક પર્ણે દિલડા, 

કૃત્રિમ ફૂલોથી મન મનાવતાં પ્રેમી ગુલાબી રંગત શું જાણે ? 


ઘાસનું નાનું શુ તણખલું પદ્ચાંપ કળી જઇ કહાની રચતું,

ટેરવાંની ટક-ટક ઝીલતો મોબાઈલ મીઠા સ્પંદનો શું જાણે ?


નહિ પહોંચે પક્ષીઓનાં પ્રેમગીત એ બુઠ્ઠા કાનો સુધી,

રિંગટોન દેકારામાં ખોવાયેલો પ્રણય આ કાવ્યને શું જાણે ?


ઘેલી વાદળીઓ કરતી આપ-લે પિયુનાં સંદેશાઓની,

ઠાલા મેસેજ મોબાઈલનાં ભગ્ન હૃદયને જોડી શું જાણે ?


સાયકલ બનતી પવનપાવડી પ્રેમીઓનાં મિલન અર્થે,

ચકરાવે ચડાવતી ટેકનોલોજી અંતર ઘટાડવું શું જાણે ?


'દીપાવલી' આ રકાસ છે આધુનિક પ્રેમીઓ વચ્ચે,

પળમાં તૂટતાં હ્રદયો શાશ્વત મિલનનો આસ્વાદ શું જાણે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance