ગુજરાત ની ગાથા
ગુજરાત ની ગાથા


ઢોલનાં તાલે ગરબા ઝૂમેને ઝાંઝરી રણકે,
થાળીઅને શંખનાદે આખી ધરણી ગાજે.
એક ગુજરાતી આખી દુનિયા શીખવે કેમ ?
રોગ સામે લડવું આ તાસીર છે,ગુજરાતની.
જયજય ગરવી ગુજરાત...
ગાંધીજી સરદાર જી દેશ આઝાદી કાંજે,
બલિદાન આપી ગયાં,
મોદીજી દુનિયાને દેશ કેમ ચલાવવો,
તે શીખવી ગયાં,વીર તણી ધરા છે,
હે માતા ધરતી સિંહોને જણ્યાં છે.
જય ગરવી ગુજરાત....
કપરાં સમયે દેશને જરુર હોયને
કદી પીઠ દેખાડે નહીં ગરીબોનાં મસીહા,
મુકેશ અંબાણી અને રતનજી ટાટા જેવા,
દાનવીરની ધરતી છો ધન્ય
છે ગુજરાત ભૂમિને.
જય ગરવી ગુજરાત...
શબ્દ શબ્દમાં દર્દને શૌર્ય છલકાઈ વળે,
એ ઝવેરચંદ મેઘાણીને કલાપી,
મસ્તક કપાયા તો ભલેને કપાયા જેના ધડનાં,
પરાક્રમ થકી દુશ્મન ભાગે,
એ મારા દાદા વછરાજ જેવાંવીરની,
ભુમિ છો મા ગુજરાત તું.
જય ગરવી ગુજરાત...
ગુજરાત ધરણીની દરેક સ્ત્રી,
મા જોગણીનો અવતાર છે,
સાવજને ધૂળચટાવી પરાક્રમ થકીહંફાવે,
એવી ચારણ કન્યાસમી સુરાતન જેનાં રગરગમાં વહે,
એવી સ્ત્રીઓથી છલકાયેલી ભૂમિ છો,
ધન્ય ગુજરાતની ધરણી તને તારી માટીને સતસત વંદન.
જય જય ગરવી ગુજરાત