ગૃહિણી
ગૃહિણી
આંગણામાં શોભે તુલસી ક્યારો
ઘરવખરીથી ગૃહ સંસાર ચકમક
સવાર પડે વાસણ કૂદે ખડખડ
પ્યાલા ચમચી વાતો કરે ટનટન
પ્રેમ સંદેશ ફરી ફરી આપે ગૃહિણી
શુભાશિષ ની ઘંટી ચાલે ઘમઘમ
બને મસાલાથી સ્વાદિષ્ટ ભોજન
થાળીમાં વ્હાલ પીરસે ખનખન
વાર તહેવારે ઘરવખરી સજાવી
મીઠી યાદો વણતી નારી હરદમ.