ગરબે ઘૂમે
ગરબે ઘૂમે
1 min
365
ગરબે ઘૂમે ગરમે ઘૂમે ગરબે ઘૂમે માત રે
મારા અંબે માત આજ ગરબે ઘૂમે રે
આવી નોરતાની રાત .....!
આરાધના કરો આરાધના કરો આરાધના કરો
મારા અંબે માતની આરાધના કરો
આવી નોરતાની રાત...!
દીવડા પ્રગટાવો દીવડા પ્રગટાવો દીવડા પ્રગટાવો રે
મારા અંબે માતના દીવડા પ્રગટાવો રે
આવી નોરતાની રાત....!
ફૂલડાં ચડાવો, ફૂલડાં ચડાવો, ફૂલડાં ચડાવો રે
મારા અંબે માતને ફૂલડાં ચડાવો રે
આવી નોરતાની રાત....!
ચૂંદડી ઓઢાડો, ચૂંદડી ઓઢાડો, ચૂંદડી ઓઢાડો રે
મારા અંબે માતને ચૂંદડી ઓઢાડો રે
આવી નોરતાની રાત.