ગણતરી
ગણતરી
જો તારે મને છોડીને જવું જ હોય તો,
મારી આપેલી લાગણીઓની ગણતરી કર.
તારી ખોટી સંવેદનાઓમાં છેતરાય જઈને,
તેં આપેલી વેદનાઓની ગણતરી કર.
નજરોના જામ ભરી ભરી પીવડાવ્યાં તને,
મારાં વહેતાં આંસુઓની ગણતરી કર.
તેજ થયેલી આ ધડકનોને મારે શું કહેવું?
દિલને આપેલી મજબૂરીની ગણતરી કર.
વિના કારણ મને જાકારો આપી શું કરીશ?
નીંદરમાં આપેલાં સપનાઓની ગણતરી કર.
પહેલાં પ્રેમનાં સ્પર્શનું મીઠું સુખ આપીને,
મને આપેલાં વચનોની ગણતરી કર.
"સખી" વિના કારણ આ જિંદગી ઉદાસ થઈ ગઈ,
મારાં દિલને વારંવાર તોડવાની ગણતરી કર.

