STORYMIRROR

purvi patel pk

Fantasy

4  

purvi patel pk

Fantasy

ગણેશજી

ગણેશજી

1 min
335

આવ્યા આવ્યા મારે દ્વારે આજ, ગણેશ દુંદાળા રે, 

આજ મારે આંગણે હિલ્લોળ, ને હૈયે હરખ ના માંય રે,


જન્મ્યા શક્તિના પ્રસ્વેદે, શ્રીગજાનન ગણપતિ રે,

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કરે, સાષ્ટાંગ તમને વંદન રે,


આદિ દેવ છો, સદા અગ્રપૂજ્ય તમે, દ્વિજપ્રિયાય રે, 

પૂર્વે એકદા મહર્ષિ વેદવ્યાસને, મતિભ્રમ થયો રે,


કેવો કર્યો તે પર અનુગ્રહ તમે, શર્વતનયાય રે, 

વ્યાસજીએ તુર્ત દિવ્ય મેઘા પ્રાપ્ત કરી, સ્કનદાગ્રજાય રે, 


વ્યાસ મતિએ થઈ, ઉપપુરાણોની ઉત્પત્તિ, ગજાનના રે,

વેદ પુરાણો મહિમા તમારો ગાતા, વિઘ્નરાજાય રે,


ઉપપુરાણે મેઘા તમારી વખાણી, બુદ્ધિપ્રિયાય રે,

મૂલાધાર ચક્રનાં તમે અધિષ્ઠાતા, ગણેશ્વરાય રે,


યોગી, ઋષિઓના આરાધ્ય દેવતા, મુનિસ્તુત્યાય રે,

સદા કરતાં રહેજો ભક્તો ઉપરે મહેર, ગૌરીપુત્રાય રે, 


આવ્યા આવ્યા મારે દ્વારે, આજ ગણેશ દુંદાળા રે,

આજ મારે આંગણે હિલ્લોળ, ને હૈયે હરખ ના માંય રે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy