STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

ગમતું નથી

ગમતું નથી

1 min
196

તું શુ જાણે મારી હાલત પ્રિયતમ,

હું કેટલી મુંઝાઉ છું તારા પ્રેમમાં,

જ્યારથી તે તરછોડી છે મુજને,

ગમતું નથી તારા વિના આ દુનિયામાં,


સપનામાં તુજને નિરખું છું પ્રિયતમ,

હું ઊંઘી શકતી નથી તારી યાદમાં,

હરપળ તારો વિરહ થાય છે મુજને,

ગમતું નથી તારા વિના આ દુનિયામાં,


તારી વાત હું સમજી નહીં પ્રિયતમ,

ગુસ્સો થઈ ગયો મુજથી ભૂલમાં,

ચાલી ગયો તું નારાજ કરી મુજને,

ગમતું નથી તારા વિના આ દુનિયામાં, 


ન તડપાવ, ન તરસાવ ઓ પ્રિયતમ,

દિવાની બની ગઈ છું હું તારા પ્રેમમાં,

દોડીને દિલમાં સમાવીલે "મુરલી" ને,

ગમતું નથી તારા વિના આ દુનિયામાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance