ગમે છે
ગમે છે


સૂરજના કિરણો ને ચંદ્રની શીતળતા,
ગુલાબની સુગંધ ને મોગરાની મહેક,
પક્ષીઓનો કલરવ ને મોરની કળા,
નદીના વહેણ ને દરિયાના મોજા,
ગમે છે...
વૃક્ષની છાયા ને પહાડોની સુંદરતા,
પંખીઓના માળા ને સપ્તરંગી મેઘધનુષ્ય,
શિયાળાની સવાર ને ગ્રીષ્મનો તડકો,
વરસાદના બુંદ ને બે ઋતુનો સંગમ,
ગમે છે...
દાદીમાની વાર્તા ને પિતાજીની સલાહ,
માતાનો પ્રેમ ને સગાવહાલાની હુંફ,
વસંતની વધામણી ને પાનખરની વિદાય,
વૃક્ષોની વેલી ને ખેતરનો મોલ,
ગમે છે...
તબલાનો તાલ ને ખંજરીનો રણકાર,
સંગીતના સૂરો ને ગાયકનો કંઠ,
મોજીલાની મજા ને હસતાનું હાસ્ય,
પ્રેમનો પ્યાલો ને લાગણીની લગામ,
ગમે છે...
મિત્રનો સથવારો ને બોલકણાની બોલી,
સંબંધોનો સરવાળો ને ઇર્ષાની બાદબાકી,
ઇતિહાસનો સાક્ષી ને પુરાવાની પરંપરા,
આભની વિશાળતા ને સૂર્યોદયની શોભા,
ગમે છે...