STORYMIRROR

Devendra Raval

Romance

3  

Devendra Raval

Romance

ગમે છે મને

ગમે છે મને

1 min
167

તારું અચાનક જીવનમાં આવવું ગમે છે મને,

આવી બસ એમ જ ચાહવું, ગમે છે મને,


આંખોના ઈશારાઓમાં કહી દેવું અને,

કઈ પૂછો તો ધીરેથી મલકાવું, ગમે છે મને,


કોઈ મનાવે તો જ રિસાવાની મજા છે,

તું આવી મનાવે તો ખોટું રિસાવું ગમે છે મને,


અનેક અર્થ ભર્યા છે ખાલી એક નજરમાં,

નજરથી નજરને સમજાવવું ગમે છે મને,


આ ચાહત પણ કેવી અજબ છે સાહેબ,

ઓળખાણ વિના કોઈના થાવું, ગમે છે મને,


હસ્તી મારી મટી જાય તો પણ કોઈ ગમ નથી,

તારા આશિક બની ઓળખાવું, ગમે છે મને,


હર એક શબ્દમાં તારી તો વાત કરું છું હું,

તારાથી ગઝલને સજાવું, ગમે છે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance