STORYMIRROR

Drsatyam Barot

Drama

3  

Drsatyam Barot

Drama

ગઝલ- વાત

ગઝલ- વાત

1 min
14K


બધાની બધી વાત પાટે ચઢી છે,

છતાં કેમ એ વાત ઘાટે ચઢી છે,


છુપાવી હતી પ્રેમની વાત કાયમ,

બધી વાત એ આજ હાટે ચઢી છે,


નથી જિંદગી કોઈની આજ કાયમ,

સદા ચાલતી રોજ વાટે ચઢી છે,


કદી આશ રાખી નથી સુખ તણી મેં,

પીડા જિંદગીના ઝપાટે ચઢી છે.


ગઝલ આજ ગુજરાતની રોશની થૈ,

ગઝલ પણ ગુજરાતી લલાટે ચઢી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama