STORYMIRROR

Dilip Ghaswala

Drama Romance

4  

Dilip Ghaswala

Drama Romance

ગઝલ લાલ શાહીથી શુકનવન્તિ બની

ગઝલ લાલ શાહીથી શુકનવન્તિ બની

1 min
392


બનીને સતી એ ચિતાએ ચડી છે.

ચિતા ઠારવા સાંજ ડૂસકે ચડી છે,


નથી ઝુલ્ફની લટ કપાળેથી હટતી,

જે નટખટ બની ખૂબ માથે ચડી છે. 


ઝૂલાના કડા આજ પણ સાચવ્યા છે, 

પ્રણયમાં હજી ઠેશ ઝૂલે ચડી છે. 


ફૂટે માનવી ; માટલા જોઈ પહેલા,

પનિહારી કૂવાને કાંઠે ચડી છે. 


ગઝલ હો કે કાવ્યો, સજાવું તને બસ, 

જૂઓ, વાત હૈયાની હોઠે ચડી છે. 


સમંદર એ ખેડી શકે છે, સરળ છે. 

ગરમ રેતમાં હોડી હાંફે ચડી છે.


પરિષદ ભરાતી ફૂલોની “દિલીપ” જો,

વસંતોની ઉમ્મીદ આંખે ચડી છે.


કલમને અશ્રુમાં ઝબોળી લખી છે

ગઝલ લાલ શાહીની ભાલે ચડી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama