Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

ગઝલ - જુઓ

ગઝલ - જુઓ

1 min
257


તમે હાથમાં હાથ રાખી જુઓ,

પછી સ્નેહનો સ્વાદ ચાખી જુઓ,


નજરમાં સદાયે અમી રાખજો.

કદી વાતમાં મોણ નાખી જુઓ,


મળી જાય જો લાગણી તો પછી,

ફરીથી જરા વાત આખી જુઓ.


કદર હોય ત્યાં ના ગણો દાખલા,

અને વાત કડવીય સાંખી જુઓ.


હશે ભીડ જ્યાં છે તમાશો ખરો.

સદા મંદિરે ભીડ પાંખી જુઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational