Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Anil Dave

Drama

3  

Anil Dave

Drama

ગઝલ - જાત

ગઝલ - જાત

1 min
315


અહી આ યુગમાં પણ જાત મતલબી નથી કરવી,

હવે આ ઉંમરમાં આ જાતને ભમતી નથી કરવી.


અહી સગપણ સબંધો પણ હવે વિધિ, વચનના છે,

હવે રિતિ રસમથી જાત અહી તરતી નથી કરવી.


અને આજે જમાનાના ઈશારા સાવ ફોગટ છે,

ઈશારાઓ થકી આ જાતને તરતી નથી કરવી.


અહીયા તો ઘણી અણછાજતી ઘટના ઘટી ગઈ છે,

હવે મારી ઈજાજત જીભથી કટતી નથી કરવી.


દરદની ભાવનાને પ્રેમનાં સ્પંદનો ઉગાડ્યા છે,

પ્રણયની આ સફરમાં પણ જબરદસ્તી નથી કરવી.


Rate this content
Log in