Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayprakash Santoki

Drama

5.0  

Jayprakash Santoki

Drama

ગઝલ - ઘર

ગઝલ - ઘર

1 min
764

બારી નહિ દરવાજો નહિ દિવાલ વિનાનું ર છે,

ધન દોલતમાં કાંઈ નથી ને તો પણ એ સદ્ધર છે.

સૌ પોતાના કમરામાં જઇ બેસે એ કઈ રીતે,

ભેગા થઈને તાપે છે સૌ ઘરમાં ક્યાં હિટર છે.

ના પૉપ ના છે ઝુમર રાચરચીલું ક્યાં છે,

ઘરમાં છે બસ તુલસી ક્યારો તો પણ એ સુંદર છે!!

અબજો ખર્ચે ના મળનારો ચોકીદાર મળ્યો છે,

રખવાળો છે તેનો ઈશ્વર તેને શેનો ડર છે?

હાર્દિક પંડયા જેવી એ તો છે ઓલરાઉન્ડર,

માં જ રસોઈયણ, માં છે માળી, માં ઘરની નોકર છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama