STORYMIRROR

Dr Kaushal N Jadav

Drama

3  

Dr Kaushal N Jadav

Drama

ગઝલ- એકલતાનું પુર

ગઝલ- એકલતાનું પુર

1 min
639

ઝરમર ઝરમર વહેતા એના નયનોમાં એ નૂર હતું,

જામ થયા એ અશ્રુ મારા એકલતાનું પુર હતું.


થશે જ્યારે મિલન આપણું,

મહેફીલ સાંજની જામી હશે,

સમી સાંજના સંગીતમાં પણ,

સુવાસ પ્રણયની પામી હશે...


મધુર સ્મિત નિરખતો જ્યારે,

પ્રણય ગીત સંભળાતું હતું,

એ પ્રેમ વિરહની વાતો જાણી,

મુખડું મારુ મલકાતું હતું...


મુજ શાયર સાથે પ્રીત હતી,

પણ મૌન બની મલકાતી હતી,

નયનો મિલાવી જોયું ત્યારે,

મંદ મંદ મુસ્કાતી હતી...


વસી ગયો હું એ ઉપવનમાં,

જ્યાં સ્વપ્ન મારું શણગાર્યું હતું,

એ પ્રિયતમની રાહ જોતાં,

જીવન મારું વિતાવ્યું હતું...


સરોવરનું સંગીત બનીને,

વાદળમાં સંતાતી હતી,

ઘાયલ કર્યો મુજ પાગલને,

પછી હસતી હતી મુસ્કાતી હતી...


કુદરતની એ મહેફીલમાં,

એ ગઝલોની મૌસમ હતી,

તરસી ગયો એ સુવાસ માટે,

જે માટીની સોડમ હતી...


કામણગારા અંગ ધરીને,

ફૂલ બની મહેકાતી હતી,

પૂનમની એ ચાંદની રાતે,

શીતળતા લહેરાતી હતી...


નહોતી એ મારી પ્રિયતમા,

કે નહોતી મારી એ પ્રીત વળી,

પ્રેમ થયો મને શબ્દો સાથે,

આ "ગઝલકાર"ની રીત હતી...


-કૌશલ એન જાદવ

રાજકોટ શહેર


Rate this content
Log in

Similar gujarati poem from Drama