ગીત- તાળું ચાવી
ગીત- તાળું ચાવી
જલ્દી જલ્દી ખોલ મને હું તાળું તું ચાવી,
ચૂપ શાને છે બોલ હવે હું તાળું તું ચાવી,
કાટ ભરેલા જીવનમાં તું તેલ બની આવે,
ઝરણું થઈને રાહ નીરખું તું હેલ બનીને આવે,
દઈ દે જલ્દી કોલ મને હું તાળું તું ચાવી,
જલ્દી જલ્દી ખોલ મને, હું તાળું તું ચાવી,
સામેથી મળ્યો છું બાકી શોધે પણ ના મળું,
ભાર મૂકે જો દોલતનો તો ઉપડશે ના પલ્લું,
ફૂલો દ્વારા તોલ મને હું તાળું તું ચાવી,
જલ્દી જલ્દી ખોલ મને, હું તાળું તું ચાવી,

