ગીત - રોહિત
ગીત - રોહિત
જો જીતના દરેક જશ્નમાં, દરેક ભારતીય બન્યો આપનો ભાગીદાર છે,
તો ફાઈનલની હારના દુઃખમાં પણ, દરેક ભારતીય તમારો યાર છે.
હાર અને જીત તો હોય છે, દરેક રમતનો એક અનિવાર્ય ભાગ,
ખેલ ભાવના સાથે, હારને સ્વીકારવી, આપણા સંસ્કાર છે.
અમારો કેપ્ટન રોહિત શર્મા, નથી રમ્યો ક્યારેય અંગત રેકોર્ડ માટે,
રમ્યો છે હંમેશ ભારત માટે, રોહીત સાચા અર્થમાં, ટીમનો સરદાર છે.
હાર માટેના કારણો ને લઈને, નથી ચીતરવા કોઈને વિલન આપણે,
ક્યારેક ક્યારેક સંજોગો, એ દિવસના ટીમને બનાવે લાચાર છે.
નદી, નાવ અને સંજોગ હોય છે જીવનની દરેક રમત નો એક ભાગ,
ક્યારેક કિનારે આવીને ડૂબતી હોય છે નાવ, એટલું સ્વીકારવાવાળા સમજદાર છે.
આમ તો સફળતા હોય છે સાર્વજનીક ઉત્સવ અને નિષ્ફળતા અંગત શોક,
નિષ્ફળતાનું કરીશું અવલોકન, દરેક હારમાંથી જ મળે સફળતાનો દ્વાર છે.
જોઈ લ્યો, સહુથી વધુ રેકોર્ડસ ભારતીય ટીમે સર્જ્યા છે, આ ટુર્નામેન્ટ દરમિયાન,
હશે જો રોહિત જેવા દિલદાર કેપ્ટન, તો ભારતીય ક્રિકેટ ટીમ રહેવાની સદાબહાર છે.
