ઘૂંઘટ
ઘૂંઘટ
ઘૂંઘટમાં રહેવા હવે કોઈ તૈયાર નથી,
ગમતું કર્યા વગર હવે જીવવા કોઈ તૈયાર નથી.
સાચવી રાખી હતી જે મર્યાદા એ જાળવવા કોઈ તૈયાર નથી,
અડધા ઉઘાડા એવી ફેશનમાં હવે ઘૂંઘટ જરૂરી નથી.
સંયુક્ત કુટુંબ આમ જ તૂટતા ગયા છે,
મર્યાદા અને નિયમમા રહેવા કોઈ તૈયાર નથી.
ઘૂંઘટ એ મર્યાદાની આગવી નિશાની છે,
પશ્ચિમની સંસ્કૃતિમાં રહેતા હવે મર્યાદા જરૂરી નથી.
ગામડાઓમાં હજુ ઘૂંઘટ પ્રથા જોવા મળે છે,
શહેરની છૂટી હવાના દોરમાં ઘૂંઘટમાં રહેવુ જરૂરી નથી.
