STORYMIRROR

Chaitanya Joshi

Romance

3  

Chaitanya Joshi

Romance

ઘરવાળી

ઘરવાળી

1 min
25.9K


જીવનનો એક ભાગ ગણાય છે ઘરવાળી,

પુરુષનું અડધું અંગ ગણાય છે ઘરવાળી.


સપ્તપદીના સાતફેરામાં સહકાર સ્વીકારે,

અવસ્થા પ્રૌઢમાં કૈંક સમજાય છે ઘરવાળી.


પતિનો પ્રક્ષેપ બનીને સદાયે સાથ નિભાવે,

સુખના સમયમાં પામી હરખાય છે ઘરવાળી.


કર્મસંજોગે કદી ઓળા આફતના ઊતરતા,

હિંમત ધીરજ આપી ઓળખાય છે ઘરવાળી.


કમનસીબે કોઈ કાળે એકને જવાનું થઈ જતું,

એકલતાની આગમાં ભરખાય છે ઘરવાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance