ઘૃણા
ઘૃણા
આપણો પ્રેમ તો સૌને ખટકે છે,
લાગે તેમના હૈયે ઘૃણા ભટકે છે,
આપણને ખુશીમાં ઝૂમતા જોઈ,
રોજ તેમની જિંદગીમાં ઝટકે છે,
બંનેને સુખી જીવન જનતા જોઈ,
દુશ્મનના મુખ પર ઉદાસી લટકે છે,
પીઠ પાછળ બુરાઈઓ કરે છે તેથી,
રોજ આપણા ખરાબ કર્મો બટકે છે,
"સરવાણી" રોજ જુદાઈની દુઆ કરે છે,
આ જોઈ તો મારું મગજ છટકે છે.

