STORYMIRROR

Anjana Gandhi

Romance Others

3  

Anjana Gandhi

Romance Others

ઘર-સંસાર

ઘર-સંસાર

1 min
237

કદી ના મેં જાણી, કદી ના પિછાણી,

લગ્ન પછી હતી મારી દુનિયા અજાણી,


જીવ્યું છે જીવન તારા દિલની ધડકન બનીને,

મારી પ્રણયની નૌકા તારા દરિયા દિલમાં સમાણી,


ખિલ્યું ફૂલ આપણાં જીવનનાં બગીચે,

સિંચ્યું ફૂલ લોહી વડે બનતાં જ માળી,


આ ઘર-સંસાર મુજને જીવનથી પણ પ્યારો,

નથી કોઈ જીવનમાં રહી ખેંચતાણી,


છવાયો નશો જે જીવન-સુખોનો,

અમે પીધી સંતોષ - મદિરાને જાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance