Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

purvi patel

Drama

3  

purvi patel

Drama

ઘર ઘર રમીએ

ઘર ઘર રમીએ

1 min
191


ચાલો, આજે ઘર ઘર રમીએ, થોડા એકબીજાને મળતા રહીએ,

છોડો આજે સઘળી જંજાળ, ચાલો આજે આજને ઉજવીએ,


કાલ સુધી તો સમય જ ક્યાં હતો, આજે થોડી ફુરસદ કાઢીએ,

થોડા ખોવાયેલા, થોડા ભૂલાયેલા, ચાલો થોડા પોતાને પણ મળીએ,


બાળપણ ને યુવાનીના સંભારણા, ચાલો આજે એને ફરી વાગોળીએ,

બધી ફરિયાદોને ફગાવીએ, ઘરમાં રહીએ ને ઘરને ઉજવીએ,


ભાંડરડાને ભેગા કરીએ, આપણે કાકા-બાપાના પોયરાં રમીએ,

કિટ્ટા-બુચ્ચા બધુ ભૂલીએ, એકમેકના સાથી બનીએ,


સુખ-દુઃખમાં પડછાયો બનીએ, દુઃખનો ભાગાકાર કરીએ,

સુખોનો ગુણાકાર કરીએ, મૂલ્યોને મૂલવતા શીખીએ,


સંબંધોને સાચવતા શીખીએ, મોટા નથી તો પણ મોટા બનીએ,

ભૂલ સૌની ક્ષમા કરીએ, બસ સાથે મળીને ઉત્સવ મનાવીએ,


ભેગા મળી સૌને ગળે લગાવીએ, માન મોટપને દૂર ફગાવીએ,

સ્વાર્થ વગર સંભારીએ સૌને, ચાલો આજે ફરી ઘર ઘર રમીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama