Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devendra Raval

Romance

4  

Devendra Raval

Romance

ઘડતર હશે

ઘડતર હશે

1 min
12


લાગણીનું ક્યાંય જો ઘડતર હશે,

જીંદગીને જીવવા અવસર હશે.


પ્રેમને કારણ ગમે છે જીવવું,

અન્યથા તો જીંદગી બદતર હશે.


માનવીને ગ્રહ નથી નડતાં કદી,

માનવીની જીદ બસ નડતર હશે.


જીંદગી લાંબી અહીં મળતી નથી,

જીંદગીની પણ મજા પળભર હશે.


જ્યાં અકારણ પ્રેમનો સંબંધ છે,

મૂળમાં ત્યાં જાતનું ચણતર હશે.


જ્ઞાન ના મળશે કિતાબોમાં કદી,

જ્ઞાન એ અનુભવ વિના પડતર હશે.


ઝાપટા ક્યારેક કોરા રાખશે,

પ્રેમની વર્ષા સતત, ઝરમર હશે.


પ્રેમ કરતાં ક્યાંક તો મળશે ખ઼ુદા,

આ ભરોશો પણ અહીં નવતર હશે.


જીંદગીમાં મોક્ષ પણ ત્યારે મળે,

જો હિસાબો કર્મના સરભર હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance