Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ઘડજો મહાભાગ્ય વતનનું

ઘડજો મહાભાગ્ય વતનનું

1 min
357


બલિદાનથી ચૂકવ્યા ઋણ

આઝાદી શૌર્ય અજવાળું

શોભે વિજય તિલક રૂપાળું

સોંપ્યું તમોને રખવાળું,

 

પ્રજાતંત્રના ગૌરવ વ્હાલે

ઘડજો મહા ભાગ્ય વતનનું

રાજધર્મ તવ મહામૂલો

રાષ્ટ્રહિત પ્રણ હો જતનનું,

 

પ્રજા ઉત્કર્ષ ધર્મ જ ન્યારો

સ્વપ્નો રહે ના જ અધૂરા

ધન રાજનું છે કેળવણી

બચપણ હજો સૌ જ મધુરા,

 

દો કામ સૌ જન હાથોને

એ રાજ જ રૂડાં કલ્યાણી

ન્યાય નીતિ ના ધરી કવચો

થાજો નવયુગી જ સુકાની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational