ઘડીકમાં
ઘડીકમાં
બાળ માનસને વશમાં કરી લે ઘડીકમાં,
મોટેરાઓના મોં મલકાવી દે ઘડીકમાં,
મોંમાં પાણી પાણી કરી દે ઘડીકમાં,
ગમે તેવું અનાડી બાળક રીઝે સેકન્ડમાં,
સંબંધોમાં પડેલી તિરાડ પૂરવા લાગે કામ,
મીઠી મીઠી મધુરી જીભ બનાવી દે ઘડીકમાં,
આબાલવૃદ્ધ સૌ કોઈ ને એ તો ભાવી જાય,
ચોકલેટ મળે તો તો બસ બધા ફાવી જાય,
પ્રેમીઓના આનંદની પહેલી પસંદગી,
'સરલ ' જીવનને વધુ રંગીન બનાવી દે ઘડીકમાં.
