ઘડી બે ઘડી....
ઘડી બે ઘડી....
આતો ઘડી બે ઘડીની એક નોખી વાત છે,
મારી અને તમારી કયાં કોઈ જુદી જાત છે,
દા'ડાઓ ખૂટે છે જેને કરવું છે કાંઈ ખંતથી,
બાકી નવરાઓને તો ધોરા દા'ડેય મધરાત છે,
કેડીઓ કોરી ધાક્કોર થઈ જાય ભલેને,
અહીં તો પડે પગ ત્યાં બધે ઝંઝાવાત છે,
મોજાઓ ઉછળીને કિનારે જ અથડાય છે,
ક્યારેય જાણ્યું કે દરિયામાં ક્યાંય અખાત છે,
શોધવાથી ના જડે એ ચીજ ભરોસા નામની,
દેખાતું સામે જગત એ જુઠાઓની જમાત છે.
