STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Others

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Others

ઘાવ

ઘાવ

1 min
269

મારાં હૃદયમાં ઘાવ બહુ ઊંડા છે,

ને સમજે એવા લોકો બહુ થોડા છે,


બોલાવે છે જગત મને કાયમ છતાં,

પુકારો તમે એવા તો ક્યાં તેડા છે ?


એ શહેરને ભૂલી કેમ શકું યાદમાંથી,

અડકી રહેલા જીવનના ત્યાં છેડા છે,


બંધાયો છું હું લાગણીએ તો શું કરવું ?

ખૂબ મજબૂત તારી યાદોના બેડા છે,


મળી લેવું કોઈને તારે પ્રેમથી 'ઉમંગ',

બાકી તો જીંદગીનાય ક્યાં ધડા છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy