STORYMIRROR

Masum Modasvi

Tragedy

3  

Masum Modasvi

Tragedy

ઘાત ચુક્યાં

ઘાત ચુક્યાં

1 min
13.1K


સરીને કિનારે થતી ઘાત ચુક્યાં, 

સમયના પ્રભાવે ધરી જાત ચુક્યાં. 

વચન તો હતાં હાથમાં હાથ દેવા,

થયાં હાથ લાંબા છતાં હાથ ચુક્યાં. 

દબાવી જવાનું થયું લાગણીને,

ઉમળકે ભરેલો મળ્યો સાથ ચુક્યાં. 

રહી આ સદાની વિરહ વેદનાઓ,

ઉમંગી લહેરની ભરી રાત ચુક્યાં. 

હવે ક્યાં લગી વેઠવાના જખમને,

ઘડી બે ઘડીની મુલાકાત ચુક્યાં. 

ઉછાળે ચડેલી હતી ભાવનાઓ, 

રચેલી હ્રદયમાં નવીભાત ચુક્યાં. 

થયું લાભ દાયક નસીબી પ્રભાવે,

ચલો આજ માસૂમ થતી ઘાત ચુક્યાં


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy