ગૌરવની છે ગાથા
ગૌરવની છે ગાથા
ગૌરવની છે ગાથા આતો
ઓળખાણની છે આશા..
આનંદની છે આશા આતો
દયાની છે દાસ્તાં...
મહેનતની છે માયા આતો
સપનાની છે છાયા..
નિર્મળતાની છે નૈયા આતો
કોમળતાની છે કાયા..
આંખોની છે સાધના આતો
સહકારની છે ભાવના.
