Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

ગૌરવ

ગૌરવ

1 min
206


પાનખરમાં પર્ણો સઘળા ખરી ગયા પછી,

પથરાતા સૂરીલા પગરવનું ગૌરવ જાળવ !


પછી મોસમના બદલાવ થકી કૂણી કૂંપળોમાં,

આગામી વાસંતી ખિલાવટનું ગૌરવ જાળવ !


ડાળી મનની મ્હોરી ઊઠી એની યાદથી વિરહમાં,

તો જાગેલા ટહુકાઓનું ભીતર ગૌરવ જાળવ !


વહેતા વાયરાની ગતીને કેમ કરી કરૂં કાબુમાં,

શ્વાસોમાં ભરી મળેલા જીવનનું ગૌરવ જાળવ !


ન વેડફી નાંખ શબ્દો અહીં નાસમજીથી ગમે તેમ,

હવે ચૂપ રહી ઊગેલા મૌનનું ગૌરવ જાળવ !


રસ્તો જ મંઝિલ છે એમ સમજી સફર જારી રાખ,

મજબૂત મનોબળથી કદમોનું ગૌરવ જાળવ !


મળે મ્હોંબ્બતમાં ગમ તો હોઠોને પણ સીવી લે,

ભવ્ય ભેટમાં મળેલાં ઝખ્મોનું ગૌરવ જાળવ !


આ તો ભવ્ય ભાતીગળ છે 'પરમ'ભાવનાઓ કેરૂં,

જાતને 'પાગલ' કરી શબ્દોમાં કલમનું ગૌરવ જાળવ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational