ગાંધીબાપુ અમર રહેજો રે
ગાંધીબાપુ અમર રહેજો રે
તમે ભારતમાં જન્મ લીધો
ને આ દેશને પાવન કીધો
ગાંધીબાપુ અમર રહેજો રે
તમે સાદાઈનો વેશ ધારણ કર્યો
ને પોતાના જીવન થકી સંદેશ આપ્યો
ગાંધીબાપુ અમર રહેજો રે
તમે સ્વની શાંતિ મૂકી દીધી
ને ગરીબોની ચિંતા કીધી
ગાંધીબાપુ અમર રહેજો રે
તમે છૂત-અછૂતની નીતિ દૂર કરી
ને પછાત વર્ગની વેદના હરી
ગાંધીબાપુ અમર રહેજો રે
તમે સત્ય-અહિંસાના પાઠ શીખવ્યા
ને લોકોને સાચા માર્ગે વાળ્યા
ગાંધીબાપુ અમર રહેજો રે
તમે આઝાદી માટે આંદોલન ચલાવ્યું
ને દેશને ગુલામીમાંથી બચાવ્યું
ગાંધીબાપુ અમર રહેજો રે
