ગામની ગોરી
ગામની ગોરી
ઓ મારા ગામની ગોરી,
મારા દિલની તું રાણી,
તારું પ્રેમ ગીત મારે ગાવું છે....
સુંદર સૂરત તારી, લાગે છે પ્યારી,
અંધારી રાતને ચમકાવનારી.
સપને સતાવનારી, નિંદ્રા ઉડાવનારી,
તારું પ્રેમ ગીત મારે ગાવું છે.....
તિરછી નજર તારી, જાદુ કરનારી,
ઝુલ્ફો તારી છે, કજરાળી કાળી.
તડપ વધારનારી, બાવરો બનાવનારી,
તારું પ્રેમ ગીત મારે ગાવું છે....
અધરો લાગે ગુલાબી, જામની પ્યાલી,
મદમસ્ત કાયા તારી, યૌવનની થાળી,
મનને લલચાવનારી, લટકાળી ચાલ તારી,
તારું પ્રેમ ગીત મારે ગાવું છે.....
તરસ વધી મારી, પ્રેમ રસ પીવાની,
ઈચ્છા થઈ તારું, મિલન માણવાની.
દિલમાં વસી જા મારી, "મુરલી" તું લૈલા મારી,
તારું પ્રેમ ગીત મારે ગાવુ છે.

