STORYMIRROR

Dharti Sharma

Drama

3  

Dharti Sharma

Drama

ગામડાનું વર્ણન

ગામડાનું વર્ણન

1 min
179

ન બોલાય ગુડનાઇટ ન ગુડમોર્નિગનો સાદ,

જય શ્રી કૃષ્ણ,રામ રામથી થાય સાંજ સવાર.


દહીં,દૂધ, ગોરસની અહીં થાય રેલમછેલ,

અવાજ ઘમ ઘમ સંભળાતા વલોણાના ઘેર ઘેર,


નથી ઝૂલા અહીં કે નથી કોઈ બાગબગીચા,

છતાં બાલ મુખે કેવા વરસાદ વરસે ખુશીઓના,


સરોવર પાળે વડલા ડાળે ઝૂલવાની છે મજા,

શીત લહેરોની સાથે કેવી કુહુરવની છે મજા,


ઉમંગ તહેવારોનો અહીં સૌના મુખે છાજે,

પ્રસંગ હોય ઘરે કોઈના તો ગામ આખું ગાજે,


વરસે જો વરસાદ ભીની માટીની મહેક પ્રસરે,

માનવ મનમાં સ્નેહની મીઠી મહેક પ્રસરે,


ચૂલામાં રસોઈ થાતી મીઠાશ એની પ્યારી,

ભોગ લગાવી ભોજન કરતાં આંગળા જાય ચાટી,


ભાગે કોરોના કોઈ ચલાવો જાદુની છડી,

વર્ણન કરતાં ગામનું મન જાય મારું દોડી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama