ગાલના ખંજન
ગાલના ખંજન


ગાલના ખંજનમાં જાણે,
બાઝ્યા'તા ઝાકળના ટીપા ને,
એ અમીભરેલ આંખમાંથી,
ટપકેલા દડ દડ વેદનાના હતાં આંસુ.
ગોરા ગોરા ગાલ પર હાસ્ય માટે,
તારી વેદનાના ડંખ ભૂલાવવા,
મેં મારી આંગળીના ટેરવાથી ને,
મુલાયમ સ્પર્શથી લુછ્યા'તા આંસુ.
કોણ જાણે કયા ભવના સંગાથી,
આજ આપણે અચાનક મળ્યા ને,
જીંદગીના સપના સાકાર કરવા,
ભેટીને સાર્યા'તા ખુશીના આંસુ.
અધવચાળે રાખી તું અનંતયાત્રાએ ઉપડી,
સૂની પથારી મૂકી હાલી છેતર્યો આજે,
કોને કહીશ આ દલડાની દર્દ ભરી વાત્યું,
ભોળાહદયના દિલને, આપી ગઈ દર્દના આંસુ.
નાની વયમાં ઘણું બધું શીખવી ગઈ મને,
વિરહની વેદના તો 'મિલન' જાણે,
એકાંતમાં રાત'દિ રડી રડીને,
ભીતરે દર્દના આજ આંસુ સારે.