એવું એક વ્યક્તિ હોવું જોઈએ
એવું એક વ્યક્તિ હોવું જોઈએ
મનની વાત કહી શકાય,
એવું એક વ્યક્તિ હોવું જોઈએ !
કહી શકાય મનની ગૂંચવણો જેની સાથે,
એવું એક વ્યક્તિ હોવું જોઈએ !
એ ગૂંચવણોની ગાંઠ ખોલી દે,
એવું એક વ્યક્તિ હોવું જોઈએ !
આંખોમાં રહેલી ઉદાસીનતાં જોઈ લે,
એવું એક વ્યક્તિ હોવું જોઈએ !
પાંપણો સુધી પહોંચેલા આંસુ ને ખરવા ના દે,
એવું એક વ્યક્તિ હોવું જોઈએ !
ભાંગી પડાય એવી સ્થિતિમાં મનોબળ મજબૂત કરે,
એવું એક વ્યક્તિ હોવું જોઈએ !
ખભે હાથ મૂકીને કહે હું છું ને તારી સાથે !
એવું એક વ્યક્તિ હોવું જોઈએ !
મા-બાપ, મિત્ર, ભાઈ, બહેન, પ્રેમી, ગુરૂ,
એ કોઈ પણ હોઈ શકે,
પણ,
એવું એક વ્યક્તિ હોવું જોઈએ !
